મૌન બોલે છે! આધ્યાત્મિક વિજ્ઞાન અને સંશોધન
¶આધ્યાત્મ, ઇશ્વર, પરમ સત્ય, ચૈતસિક શક્તિઓ, આત્મા, મન, તર્ક, ચેતનાનો વિકાસ, પ્રેમ, કર્મ, ધ્યાન, સમાધિ, મોક્ષ, ઉત્ક્રાંતિ
એક ઈચ્છા…
એક ઈચ્છા…
અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ
લાખો વિસ્ફોટોની હારમાળા થઇ ગઈ
જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઇ ગઈ
અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઇ ગઈ!
એક ઈચ્છા…
સત્યની શોધમાં રઝળપાટ થઇ ગઈ
લાખો વિચારોની આંધી થઇ ગઈ
ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઇ ગઇ
અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઇ ગઈ!
એક ઈચ્છા…
દૂર દૂર દેશ એના પર ચર્ચા થઇ ગઈ
લાખો કાગળો પર શાહીની નદીઓ થઇ ગઈ
વાંચીને કેટલીય આંખો ભીની થઇ ગઈ
અસંખ્ય ક્રાંતિઓની એ જનેતા થઇ ગઈ!
એક ઈચ્છા…
લોહીની નદીઓ વહેતી થઇ ગઈ
લાખો નિર્દોષોની કત્લેઆમ થઇ ગઈ
દર્દનાક ચીસો ઠરીઠામ થઇ ગઈ
અસંખ્ય ચિતાઓની એ જનેતા થઇ ગઈ!
◆◆◆©Dhruv Nayak™◆◆◆
Like , Share,Comment./www.dhruvnyk.wordpress.com


Comments
Post a Comment