"માતૃ દેવો ભવઃ"

                         "માતૃ દેવો ભવઃ"
¶  'ૐ' ઓમ સમો અમ જીવન નો બીજ મંત્ર છે 'માઁ'
કર્મ યોગનું સાકાર સ્વરૂપ તુ અમ જીવનમાં છે 'માઁ'
બાળ મુખેથી પ્રથમ સરતો શબ્દ છે 'માઁ'
સૌથી સુંદર (મધુર) જો કોઈ શબ્દ હોય તો તે છે 'માઁ'
અવનીય કપરા સંજોગો વચ્ચે 'માઁ' એ પોતાના જીવન ઉદ્યાનમાં સંતાનો રૂપી ફૂલો ને સંસ્કારના સિંચન વડે ખિંલાવ્યા તે છે'માઁ'
સ્નેહ અને પ્રેમ ની ખેતી કરતી રહી તે છે 'માઁ'
વાત્સલ્ય અંતરનું દઈને પ્રેમ નાં પાન કરાવે તે છે 'માઁ'
સંકટ સઘળા સહન કરીને સમતા મન મા ધરે તે 'માઁ'
સુખ દુઃખ કે તાપ મા શીતળ છાયા બની સૌને ઠારે તે 'માઁ'
અનાસક્ત સેવા નિઃસ્વાર્થ ભાવથી ભીંજવે સદાયે એ છે 'માઁ'
દુખ અને ભયમાં અનાયાસે સરતો મુખેથી શબ્દ 'માઁ'
આ ખારા જગતમા સાગરમાં પ્રેમની મીઠી વીરડી એ 'માઁ'
અંતર નાં આશિર્વાદ જેનાં સદાય બનતા રક્ષકવચ એ 'માઁ'
ધર્મ,કર્મ,સંયમ ને સાત્વિકતા નું પંચામવૃત તે છે 'માઁ'
ઇશ્વર નું રૂપ તુ,સ્વર્ગ નું સુખ તુ,મારા આખાય અસ્તિત્વનું તેજ ચે તુ 'માઁ'
તારા ઋણ સ્વીકરની ગાથા રહી દેવાથી એ અધૂરી છે 'માઁ'
અડસઠ તીર્થ તારા ચરણમાં ઋણ મુકત ના થઈ  શકીશું કદી
આખાય જગતમાં માતા તુ જ માઁ બીજા બાધા વગડા નાં વા.
◆◆◆◆©Dhruv Nayak™◆◆◆◆ www.dhruvnyk.wordpress.com/.     Share, like

Comments

Popular Posts